સોમવાર, 28 મે, 2012

EVEREST DAY



આજે ૨૯ મે. એક વિશેષ દિન..માઉન્ટેનિયરિંગ ની દુનિયા મા સીમારૂપ બનેલો દિન.

૨૯ મે.૧૯૫૩ ના દિવસે અત્યારે હું આ ફેસબુક મા સ્ટેટસ લખુ છુ એ જ સમયે (અર્થાત ૧૧-૩૦ વાગ્યે સવારે) અજેય ગણાતા માઉન્ટ.એવરેસ્ટ પર બે મનુષ્યો એ પગ મૂક્યો....ન્યુઝિલેન્ડ ના ઍડમન્ડ હિલેરી અને નેપાલી શેરપા તેનઝિંગ નૉર્ગે એ ૧૯૫૩ મા આજ ના જ દિવસે સવારે પોતાનો વિજય હાંસિલ કર્યો.

મને પણ ઍવરેસ્ટ ના ઓરતા છે.હું પણ ઍવરેસ્ટ ડ્રીમર છુ.માઉન્ટેનીયર છુ.ગઇકાલે ૨૮ મે ના દિવસ નો મારો જન્મદિવસ અને ૨૯ મે નું સૌપ્રથમવાર નો ઍવરેસ્ટ ચઢાણ નો રેકોર્ડ એ કોઇ મહેજ સંયોગ નહી હોય પણ કુદરતે મને ઍવરેસ્ટ માટે જ સર્જ્યો હોવાની પ્રતિતી છે.ભવિષ્ય મા મને ચાન્સ મળે તો હું મારા બર્થડે ના દિવસે જ ઍવરેસ્ટ ની ટોચ પર પહોંચવા માંગુ છુ.મારી પોતાની જાત ને મે પોતે આપેલી એ મહાનતમ ગિફ્ટ હશે.

એવરેસ્ટ ની મારી આટલી જલદ,પ્રબળ ઇચ્છાશક્તિ ને કારણે જ ડિસ્કવરી ચેનલ પાસે થી દસેક અફલાતૂન ડોક્યુમેન્ટરીઝ પામવામા સફળ રહ્યો છુ.હિલેરી અને તેનઝિંગ ની સૌ પ્રથમ એવરેસ્ટ ચઢાઇ ની ડોક્યુમેન્ટરી પણ મારા આર્કાઇવલ મા પડેલી છે.આ ફિલ્મ તો જબરદસ્ત "રૅર" છે.અને મારી પાસે છે.મારા માટે એ કોહિનૂર છે.

આજ ના દિવસે તમામ ઍવરેસ્ટ ડ્રીમર્સ ,તમામ માઉન્ટેનિયર્સ,તમામ ઍવરેસ્ટ આરોહકો ને દિલ થી યાદ..ઍવરેસ્ટ ચઢાઇ દરમ્યાન મોત ને ભેટેલા અને આજદિન સુધી ત્યા ના ઢોળાવો પર ફૂંકાતા પવનોના થપેડા વચ્ચે ઠંટા-સૂકા-બર્ફ-સર્દ રેગિસ્તાની બન્જર રસ્તે રઝળતા તમામ મૄતદેહો ની શાંતિ માટે પ્રાર્થના !

૨૮ મે અને ૨૯ મે બન્ને દિવસો ને મારા માટે આટલા અહેમ બનાવવા બદલ પ્રભુ નો આભાર... મારી સ્વપ્ન જોવાની શક્તિ અક્ષુણ્ણ રહે તેવી જ પ્રાર્થના !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો