મંગળવાર, 28 મે, 2013

માઉન્ટ ઍવરેસ્ટ ને માણસજાતે સર કર્યા ને આજે છ દાયકા પૂરા થયા.


માઉન્ટ ઍવરેસ્ટ ને માણસજાતે સર કર્યા ને આજે ૬૦ વર્ષ પૂરા થયા.
૨૯ મે.૧૯૫૩...ઇતિહાસ મા અમર થઇ ગયેલા આ દિવસે ન્યુઝિલેન્ડ ના ઍડમન્ડ હિલેરી અને નેપાલી શેરપા તેનઝિંગ નોર્ગે એ દુનિયા મા અજેય ગણાતો દુર્ગમ એવો માઉન્ટ એવરેસ્ટ સર કરીને માણસ જાત ની મક્કમ સંકલ્પશક્તિનું અને ઉચ્ચ શારીરિક શક્તિનું અપ્રતિમ પ્રમાણભાન કરાવ્યું.

એવરેસ્ટ પ્રત્યે ની મારી લગની તો બધા જાણો જ છો.કલાકો ના કલાકો ચાલે એટલી સંખ્યા મા ઍવરેસ્ટ અને માઉન્ટેનીયરિંગ ને લગતી ફિલ્મો,ડોક્યુમેન્ટરીઝ મારા પર્સનલ કલેક્શન મા છે.ડિસ્કવરી ચેનલ તરફ થી ભેટ મા મળેલી નાયાબ ડોક્યુમેન્ટરીઝ છે.દુનિયાભર ના માઉન્ટેન્સ વિશે ની પી.ડી.એફ ફાઇલ્સ અને વર્ડ ફાઇલ્સ નો ઢગલો મારા કોમ્પ્યુટર મા ખડકાયેલો છે.બુક્સ નો પાર નથી.લંડન સ્થિત મારા મિત્ર Rakesh Goswami એ એક અલભ્ય બુક તેણે જાતે શોધી ને અમદાવાદ મા મારા સ્ટુડિયો સુધી પહોંચતી કરી હતી અને એ પણ સરપ્રાઇઝિંગલી મોંઘીદાટ બુક એના તરફ થી ગિફ્ટ મા આપી હતી.જે બુક મે અમદાવાદ,મુંબઇ,દિલ્હી,અને લેહ ના ઑલમોસ્ટ બધા જ મોટા પુસ્તક વિક્રેતાઓ ને મળીને પણ બુક ના મળતા નિરાશ થયો હતો.અને દોસ્તે પછી એનો રોલ અદા કર્યો.

ઍવરેસ્ટ વિશે કલાકો સુધી બોલી શકુ છું,કલાકો સુધી થાક્યા વગર તેના વિશે વાંચી શકું છું, ફિલ્મો જોઇ શકુ છું.મારા દરેક ઍડવેન્ચર ને હું જાણે એવરેસ્ટ ક્લાઇમ્બ કરતો હોય તે રીતે જ મૂલવી ને જોર લગાડતો હોઉ છુ,.મુંબઇ થી ગોવા સુધી ના વેસ્ટર્ન ઘાટ ના કઠિન કોંકણ કોસ્ટલ વે પર રોજ ના સો કિ.મી ના સાયક્લિંગ દરમ્યાન પણ મગજ મા ઍવરેસ્ટ ની જ દુહાઇઓ લેતા હતા અને પગ મા જોર પૂરતા હતા.

એવા રોજબરોજ ના મારા જીવન મા વણાઇ ગયેલા એવરે સ્ટ નો આજે સ્પેશિયલ ડે છે.એવરેસ્ટ ને હજુ એક મહાપાગલ ગુજ્જુ ને ખોળે બેસાડવાનો બાકી છે.જોઇએ...વિધાતા ક્યારે પરમિટ આપે છે.
આમીન !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો