મંગળવાર, 28 મે, 2013

માઉન્ટ ઍવરેસ્ટ ને માણસજાતે સર કર્યા ને આજે છ દાયકા પૂરા થયા.


માઉન્ટ ઍવરેસ્ટ ને માણસજાતે સર કર્યા ને આજે ૬૦ વર્ષ પૂરા થયા.
૨૯ મે.૧૯૫૩...ઇતિહાસ મા અમર થઇ ગયેલા આ દિવસે ન્યુઝિલેન્ડ ના ઍડમન્ડ હિલેરી અને નેપાલી શેરપા તેનઝિંગ નોર્ગે એ દુનિયા મા અજેય ગણાતો દુર્ગમ એવો માઉન્ટ એવરેસ્ટ સર કરીને માણસ જાત ની મક્કમ સંકલ્પશક્તિનું અને ઉચ્ચ શારીરિક શક્તિનું અપ્રતિમ પ્રમાણભાન કરાવ્યું.

એવરેસ્ટ પ્રત્યે ની મારી લગની તો બધા જાણો જ છો.કલાકો ના કલાકો ચાલે એટલી સંખ્યા મા ઍવરેસ્ટ અને માઉન્ટેનીયરિંગ ને લગતી ફિલ્મો,ડોક્યુમેન્ટરીઝ મારા પર્સનલ કલેક્શન મા છે.ડિસ્કવરી ચેનલ તરફ થી ભેટ મા મળેલી નાયાબ ડોક્યુમેન્ટરીઝ છે.દુનિયાભર ના માઉન્ટેન્સ વિશે ની પી.ડી.એફ ફાઇલ્સ અને વર્ડ ફાઇલ્સ નો ઢગલો મારા કોમ્પ્યુટર મા ખડકાયેલો છે.બુક્સ નો પાર નથી.લંડન સ્થિત મારા મિત્ર Rakesh Goswami એ એક અલભ્ય બુક તેણે જાતે શોધી ને અમદાવાદ મા મારા સ્ટુડિયો સુધી પહોંચતી કરી હતી અને એ પણ સરપ્રાઇઝિંગલી મોંઘીદાટ બુક એના તરફ થી ગિફ્ટ મા આપી હતી.જે બુક મે અમદાવાદ,મુંબઇ,દિલ્હી,અને લેહ ના ઑલમોસ્ટ બધા જ મોટા પુસ્તક વિક્રેતાઓ ને મળીને પણ બુક ના મળતા નિરાશ થયો હતો.અને દોસ્તે પછી એનો રોલ અદા કર્યો.

ઍવરેસ્ટ વિશે કલાકો સુધી બોલી શકુ છું,કલાકો સુધી થાક્યા વગર તેના વિશે વાંચી શકું છું, ફિલ્મો જોઇ શકુ છું.મારા દરેક ઍડવેન્ચર ને હું જાણે એવરેસ્ટ ક્લાઇમ્બ કરતો હોય તે રીતે જ મૂલવી ને જોર લગાડતો હોઉ છુ,.મુંબઇ થી ગોવા સુધી ના વેસ્ટર્ન ઘાટ ના કઠિન કોંકણ કોસ્ટલ વે પર રોજ ના સો કિ.મી ના સાયક્લિંગ દરમ્યાન પણ મગજ મા ઍવરેસ્ટ ની જ દુહાઇઓ લેતા હતા અને પગ મા જોર પૂરતા હતા.

એવા રોજબરોજ ના મારા જીવન મા વણાઇ ગયેલા એવરે સ્ટ નો આજે સ્પેશિયલ ડે છે.એવરેસ્ટ ને હજુ એક મહાપાગલ ગુજ્જુ ને ખોળે બેસાડવાનો બાકી છે.જોઇએ...વિધાતા ક્યારે પરમિટ આપે છે.
આમીન !

મંગળવાર, 21 મે, 2013

ઍવરેસ્ટ ની ઉંચાઇ પર પહોંચેલો સૌ પહેલો ગુજરાતી : ડૉ.મનોજ વૉરા



માઉન્ટેનીયરિંગ ની બેઝિક અને ઍડવાન્સ્ડ ટ્રેનિંગ લઇ ને મે શરીર તોડ્યું છે હિમાલય ની બર્ફીલી ઉંચાઇઓ મા...અને વર્ષો થી આંખ મા સેવેલું એકમાત્ર સ્વપ્ન કે માઉન્ટ ઍવરેસ્ટ ની ટોચ પર પહોંચનારો સૌ પહેલો ભડવીર હું હોઉં...પણ આખા ઍક્સ્પીડીશન નો મસમોટો ખર્ચ હું ઍફોર્ડ કરી શકું તેમ ના હોવાથી અને સ્પોન્સરશીપ ની આજદિન સુધી ની પ્રક્રિયાઓ નિષ્ફળ જવાથી એ વાત માત્ર વાત જ રહી ગઇ...પણ,

ઍવરેસ્ટ ની ઉંચાઇ પર પહોંચેલો સૌ પહેલો ગુજરાતી વ્યક્તિ તરીકે આજકાલ મા ડૉ.મનોજ વૉરા નું નામ સુર્ખિયો મા આવી જવાની ઘડીઓ ગણાઇ રહી છે.

મનોજભાઇ વિદેશ સ્થિત ગુજરાતી ડોક્ટર છે.થોડા વરસો પહેલા ઍવરેસ્ટ ચઢાઇ નો એક પ્રયત્ન કરી ચૂક્યા છે પણ તે વખતે તેઓ સફળતા પામ્યા નહોતા....પણ આજકાલ ફરી થી તેઓ ઍવરેસ્ટ ની ચઢાઇ પર છે.ઍવરેસ્ટ ચઢાઇ માટે ની આ ૨૦૧૩ ની સિઝન મા તેઓ પોતાનો દ્વિતીય પ્રયત્ન કરી રહ્યા છે અને સાઉથકોલ ના રસ્તે છેક કેમ્પ -૪( ૨૬,૪૦૦ ફુટ) સુધી પહોંચી ગયા છે.આજે રાત્રે ૮-૦૦ વાગ્યે તેઓ ટોચ પર ના પોતાના અંતિમ ચરણ મા પોતાની અદમ્ય તાકાત લગાડી ને સાહસ કરશે તો આવતીકાલે સવારે તેમણે કદાચ માઉન્ટ એવરેસ્ટ ની ટોચ (૨૯,૦૨૯ ફુટ) પર પહોંચનારા સૌ પ્રથમ ગુજરાતી વ્યક્તિ બનશે.આવતી કાલે રસ્તા પર તેમને અતિ-કઠીન "હિલેરી સ્ટેપ " ની ખતરનાક ચઢાઇ પાર કરવી પડશે,જ્યાં સુધી પહોંચી ને અચ્છા-અચ્છા માઉન્ટેનીયરો નાહિંમત થઇ જતા હોય છે.

બહરહાલ.....હું ઘણો રોમાંચિત છું કે આખરે ગુજરાતી પ્રજા પર લાગેલું મહેણું તૂટશે.કેમ કે આખી દુનિયા સર કરેલા આપણે ગુજરાતીઓ માં થી હજુ સુધી કોઇ ગુજ્જુ ભાયડો એવરેસ્ટ ની ટોચ પર પહોંચ્યો નથી.

મારું સ્વપ્ન ભલે ખંડિત થઇ રહ્યું હો ય..પણ મારી તમામ શૂભાશિષો અને દૂવાઓ ડો.મનોજ વૉરા ની સાથે છે.આપણે બધા તેમના વિજય અને સૂખરૂપ બેઝકેમ્પ પાછા આવી જવા માટે તેમના માટે પ્રાર્થના કરીએ....બ્રેવો મેન..ઑલ ધ બેસ્ટ !